Tips And Tricks: સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં ફોન ફોટોગ્રાફી સામાન્ય થઈ ગઈ છે. ભાગ્યે જ એવું કોઈ હશે જે પોતાના સ્માર્ટફોનમાં ફોટો ક્લિક ન કરતા હોય. જો કે તેમ છતાં કેટલાક લોકોનું માનવું હોય છે કે બેસ્ટ ફોટોગ્રાફી માટે DSLR કેમેરા જરૂરી છે. પરંતુ તમને આજે એવી ટીપ્સ અને ટ્રીક્સ જણાવીએ તેના વડે તમે મોબાઈલ કેમેરાથી પણ બેસ્ટ ફોટો ક્લિક કરી શકો છો. જો તમે તમારા ફોનના કેમેરાથી શાનદાર ફોટોગ્રાફી કરવા માંગો છો આ ટીપ્સ ફોલો કરજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ સ્ટેપ્સ ફોલો કરી જાણો તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે જોડાયેલો


Nokia નો આ ફોન છે જોરદાર, પાણીમાં ફેંકો, નીચે પછાડો તો પણ નહીં થાય નુકસાન


Jioનો પૈસા વસૂલ Plan! 61 રૂપિયામાં 10GB ડેટા, સાથે મળશે આ સુવિધા


લાઈટીંગ
લાઈટીંગ ફોટોગ્રાફી માટે ખૂબ જ મહત્વની હોય છે. ફોટો ક્લિક કરતી વખતે સ્ટ્રીટ લાઇટ અથવા કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો. ઓછા પ્રકાશમાં ફોટોગ્રાફ કરતી વખતે એક્ટ્રા લાઈટ્સનો ઉપયોગ કરો. ખાસ વાત એ છે કે લાઈટ જેનો ફોટો લેવો છે તેની વિરુદ્ધ બાજુએ હોવો જોઈએ. જો કે કેટલીક તસવીરો ઓછા પ્રકાશમાં પણ ક્લિક કરી શકાય છે.  
 


રચના પર ધ્યાન આપો
સુંદર ફોટામાં સંરચના અને રચનાનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. સારા ફોટા માટે વસ્તુની ખાસ બાબતને હાઈલાઈટ કરો અને યોગ્ય આકાર અને સુસંગત ફોટો પસંદ કરો.
 


ફોકસ
સારા અને પરફેક્ટ ફોટો માટે યોગ્ય ફોકસ ખૂબ જ જરૂરી છે. તમારા વિષય પર ફોકસ કરવા માટે તમારા ફોન કેમેરા પર ટચ-ફોકસ અથવા ઓટો-ફોકસનો ઉપયોગ કરો.
 


જીમી લાઈન
જીમી લાઈન અમુક સમયે જોરદાર કામ કરી જાય છે. જ્યારે તમે ફોટા પર ફોકસ મેન્યુઅલી એડજસ્ટ કરી શકતા નથી. ત્યારે આ લાઈનની મદદથી તમે ઓબ્જેક્ટ સેટ કરી શકો છો.
 


HDR મોડ
HDR મોડની મદદથી તમે હાઈ ક્લોલિટી ફોટા ક્લિક કરી શકો છો. જો તમે હાઈ ક્વોલિટી ફોટા ક્લિક કરો છો તો તમે HDR નો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે તમારા ફોટામાં ઘણી ડિટેઈલ જોઈ શકશો. HDR મોડ એક્સપોઝર કેપ્ચર કરે છે અને ફોટોમાં લાઈડ અને ડાર્કનેસ વચ્ચે સારું સંતુલન જાળવી રાખે છે. બગીચા, મંદિરો અથવા મોટા સબજેક્ટના ફોટો ક્લિક કરવા માટે HDR સારો વિકલ્પ છે.