Xiaomi લાવી રહ્યું છે મૂવી થિયેટર જેવા Sound વાળું ધમાકેદાર TV, ફીચર્સ જાણી તમે પણ કહેશો- આ જ બેસ્ટ છે
ટીવીનું આ મોડલ ડોલ્બી-પાવર્ડ ઓડિયો સાથે આવશે જે તમને મૂવી થિયેટર જેવા સાઉન્ડ અનુભવ પ્રદાન કરશે. આ સાથે-સાથે ટીવીનું દાઇન-ટ્યૂન્ડ વિજ્યુઅલ ફીચર તેની પિક્ચર ક્વોલિટીને સારી બનાવે છે.
નવી દિલ્હી: Xiaomi તે ફોન નિર્માતા કંપનીઓમાંથી એક છે જે ફક્ત ફોનના ઉત્પાદન સુધી સીમિત નથી. Xiaomi ઘરેલૂ ઉપકરણ અને ટીવી જેવી ઘણી પ્રોડક્ટ પણ બનાવે છે. 26 ઓગસ્ટના રોજ પોતાના સ્માર્ટ લિવિંગ 2022 ઇવેન્ટમાં Xiaomi મી ટીવી Xiaomi માં 5X લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ ઇવેન્ટ બપોરે 12 વાગે શરૂ થશે અને આ ટીવીની સાથે સાથે બીજી પણ ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઇ રહ્યું છે. ચાલો જોઇએ આ ટીવી તમારા માટે કેવું હશે.
શું હશે મી ટીવી 5X ના ફીચર્સ
ટીવીનું આ મોડલ ડોલ્બી-પાવર્ડ ઓડિયો સાથે આવશે જે તમને મૂવી થિયેટર જેવા સાઉન્ડ અનુભવ પ્રદાન કરશે. આ સાથે-સાથે ટીવીનું દાઇન-ટ્યૂન્ડ વિજ્યુઅલ ફીચર તેની પિક્ચર ક્વોલિટીને સારી બનાવે છે.
Opps! હવા આવી, ડ્રેસ ઉડ્યો અને સાવ ઉઘાડી થઈ ગઈ મૌની રોય! જોતજોતામાં ફોટા થઈ ગયા વાયરલ
આ જાણકારી આવી ક્યાંથી?
આ લોન્ચની જાણકારી Xiaomi ઇન્ડીયના ટ્વિટર પેજ પર ટ્વીટ કરવામાં આવી હતી. કંપનીની વેબસાઇટ મી ડોટ કોમ પર એક અલગ પેજ બનાવવામાં આવ્યું છે જે આ ટીવી ફીચર્સ અને બાકી જાણકારી વિશે યૂઝર્સને જણાવે છે. અત્યારે આ જાણકારી સામે આવી નથી કે આ ટીવીના બીજા મોડલ પણ લોન્ચ કરવામાં આવશે કે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube