નવી દિલ્હી: ગેમિંગની લોકપ્રિયતા વધતી જોઇને શાઓમી (Xiaomi) ભારતમાં ગેમિંગ સ્માર્ટફોન Black Shark 2 લોન્ચ કરવા જઇ રહી છે. Black Shark 2 ને 27 મેના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોન ફ્લિપકાર્ટ પર એક્સક્લૂસિવ વેચાશે. માર્ચ મહિનામાં આ સ્માર્ટફોનને ચીનના બજારમાં ઉતારવામાં આવ્યો હતો. સોમવારે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં Gamepad 2.0 controller પણ લોન્ચ કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ


ફીચર
Black Shark 2 માં સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં લિક્વિડ કૂલ 3.0 ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેની રેમ 12 જીબી અને ઇન્ટરનલ મેમરી 256 જીબી છે. સરા ગેમિંગ માટે ફોનમાં વૈપર ચૈમ્બર કૂલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનાથી ફોન ગમે તેટલો ઉપયોગ થાય પરંતુ ગરમ નહી થાય. કેટલાક ગેમિંગ ફીચર ઓપ્શનલ પણ છે.

48MP કેમેરાવાળો Redmi K20 આ તારીખે થશે લોન્ચ, જાણો તેની અન્ય ખૂબીઓ


અન્ય સેસિફિકેશેન્સ
આ સ્માર્ટફોનમાં 6.39 ઇંચની AMOLED ડિસ્પ્લે લાગેલી છે. જેનું રિઝોલ્યૂશન 1080×2340 પિક્સલ છે. ક્વોલકમ સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર છે. તેની બેટરી 4000mAh છે. સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલ છે, સાથે જ 48MP+12MP નો ડુઅલ રિયર કેમેરા છે. તમને જણાવી દઇએ કે તેની ડિસ્પ્લે સેમસંગે બનાવી છે, જેમાં ગેમિંગ સુવિધા માટે પ્રેસર સેંસિટિવ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનાથી ગેમિંગ દરમિયાન પ્રેસમાં મદદ મળશે.

48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


હાલ તેની કિંમતને લઇને ખુલાસો થયો નથી. જોકે ચીનમાં તેની શરૂઆતી કિંમત 32300 ની આસપાસ છે. શરૂઆતી વેરિએન્ટમાં 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ છે. 12 જીબી રેમ અને 256જીબી મેમરીવાળા વેરિએન્ટની કિંમત 42400 રૂપિયા છે. 8જીબી રેમની કિંમત 38,300 રૂપિયાની આસપાસ છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે ભારતમાં પણ આ સ્માર્ટફોનની એટલી જ કિંમત હશે.