ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટફોન રેડમી ગો લોન્ચ કરી દીધો છે. માત્ર 4,999નો આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 425 ચિપથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે જે લોકો બેસિક ફોનથી સ્માર્ટફોન પા સ્વિચ કરવા માંગે છે, તેમના માટે રેડમી ગો એક સારો ઓપ્શન હોઇ શકે છે. રેડમી ગો એક જીબી રેમની સાથે આવે છે અને આ એક એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) ફોન છે. તેમાં 8 મેગાપિક્સલનો બેક અને પાંચ મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. તેની સ્ક્રીન પાંચ ઇંચની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 માર્ચથી થશે વેચાણ
આ ફોનનું ઓનલાઇન વેચાણ 22 માર્ચથી શરૂ થશે. રેડમી ગોને Flipkart અથવા mi.com પર 22 માર્ચના રોજ ખરીદી શકશો. જિયોએ આ ફોનની ખરીદી પર શાનદાર ઓફર આપી છે. જિયો પર રેડમી ગો ખરીદતાં 100 જીબી ડેટાઅને 2,200 રૂપિયાનું કેશબેક મળશે.


8 મેગાપિક્સલનો કેમેરો
રેડમી ગો સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે અને સાથે LED Flash પણ આપવામાં આવી છે. તેનો સેલ્ફી કેમેરા 5 મેગાપિક્સલનો છે. Redmi Go માં 3,000mAh ની બેટરી આપવામાં આવી છે.


તમિલનાડુમાં લાગશે 7મો પ્લાન્ટ
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ ભારતમાં પોતાના સાતમા નિર્માણ પ્લાન્ટની લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ તમિલનાડુમાં લગાવવામાં આવશે. શાઓમીનો નવો પ્લાન્ટ ફ્લેક્સની સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે. 


શાઓમીના ચીફ ઓપરેટિંગ ઓફિસર મુરલીકૃષ્ણન બી.એ જણાવ્યું કે અમે ફ્લેક્સની સાથે ભાગીદારીમાં નવું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાને લઇને ખૂબ ઉત્સાહિત છીએ. અમે મેક ઇન ઇન્ડિયાને લઇને ગંભીર અને પ્રતિબદ્ધ છીએ. અમારો નવો પ્લાન્ટ ભારતમાં મોટી સંખ્યામાં રોજગાર ઉત્પન્ન કરશે. ભારતમાં શાઓમીના સાત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ફેક્સકોન, ફ્લેક્સ અને હાઇપેડની સાથે ભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. નવા પ્લાન્ટની સાથે શાઓમીએ દાવો કર્યો છે કે હવે તે પ્રતિ સેકન્ડ ત્રણ સ્માર્ટફોન બનાવવામાં સમક્ષ છે.