નવી દિલ્હી: શાઓમી (Xiaomi) એ થોડા દિવસો પહેલાં ચીનમાં પોતાના નવા સ્માર્ટફોન Mi CC9 અને CC9e લોન્ચ કર્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે શાઓમી પોતાની CC સીરીઝના હેઠળ નવા સ્માર્ટફોન લાવી રહી છે. આ નવા સ્માર્ટફોન Mi CC9 Pro થઇ શકે છે. Mi CC9 Pro સ્માર્ટફોન 24 ઓક્ટોબરના રોજ લોન્ચ થઇ શકે છે. ટ્વિટર પર એક ટિપ્સટરે શાઓમીના આગામી ડિવાઇસના ફૂલ સ્પેસિફિકેશન્સ શેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 હજાર રૂપિયા હોઇ શકે છે કિંમત
ટ્વિટર યૂઝર Sudhanshu Ambhore એ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ પોસ્ટ કર્યા છે યૂઝર્સે તેના નામનું અનુમાન લગાવવા માટે કહ્યું છે. પછી તેમણે જણાવ્યું કે આ સ્પેસિફિકેશન્સ શાઓમીના આગામી સ્માર્ટફોન Mi CC9 Pro ના છે. તેમણે એ પણ દાવો કર્યો છે કે આ સ્માર્ટફોનની કિંમત 2,599 યુઆન (લગભગ 26,000 રૂપિયા) હોઇ શકે છે. આ કિંમત 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટ હશે. પહેલા આવેલી લીક રિપોર્ટ્સમાં કહ્યું કે Mi CC9 Pro માં 108 મેગાપિક્સલનો કેમેરો હશે, જેને સેમસંગે બનાવ્યો છે.

ટૂંક સમયમાં બજારમાં આવશે Benling Aura ઇલેક્ટ્રિક સ્કૂટર, માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ


108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો
હાલના સમયમાં 108 મેગાપિક્સલનો કેમેરો શાઓમીના Mi MIX Alpha સ્માર્ટફોનમાં આવી રહ્યો છે. ટ્વિટર યૂઝર સુધાંશુએ પણ જણાવ્યું છે કે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ઉપરાંત આ સ્માર્ટફોનમાં 13નો વાઇડ-એંગલ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ હશે. લીક અનુસાર શાઓમી Mi CC9 Pro સ્માર્ટફોન ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 730G પ્રોસેસરથી પાવર્ડ હશે. આ પ્રોસેસર Oppo Reno 2 માં આપવામાં આવ્યો છે.  

Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર


નોચ ડિસ્પ્લે અને પાવરફૂલ બેટરી
લીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Mi CC9 Pro માં વોટરડ્રોપ નોચની સાથે 6.4 ઇંચનો HD+ એમોલેડ ડિસ્પ્લે હશે. સ્માર્ટફોનમાં ઇન-ડીસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. રિપોર્ટ અનુસાર ફોનમાં 4,000 mAh ની બેટરી હશે, જોકે 20W+ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ટ્વિટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે અ ફોનની જાડાઇ 9mm હશે અને વજન 180 ગ્રામ હશે. 


જુઓ, LIVE TV