ટૂંક સમયમાં બજારમાં આવશે Benling Aura ઇલેક્ટ્રિક સ્કૂટર, માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ

સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઉપરાંત તેની બેટરીનો સામાન્ય ઘરેલૂ સોકેટ વડે ફક્ત 4 કલાકમાં જ ફૂલ ચાર્જ કરઈ શકાશે. માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆતી કિંમત 90,000 રૂપિયા હોઇ શકે છે.

Updated By: Oct 21, 2019, 08:55 AM IST
ટૂંક સમયમાં બજારમાં આવશે Benling Aura ઇલેક્ટ્રિક સ્કૂટર, માનેસર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ

નવી દિલ્હી: બેંલિંગ ઔરા કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારોમાં લોન્ચ કરશે. આ સ્કૂટર હાઇ સ્પીડ મોડલ હશે જેની ડ્રાઇવિંગ રેંજ પણ ખૂબ વધુ હશે. મળતી માહિતી અનુસાર કંપનીએ માનેસર પ્લાન્ટમાં આ સ્કૂટરનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. કંપનીના અનુસાર ટૂંક સમયમાં તેને બજારમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની પહેલાંથી જ બજારમાં પોતાના લો સ્પીડ મોડલનું વેચાણ કરી રહી છે. 

Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર

આ સ્કૂટરમાં વિશેષ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફીચરથી એ ફાયદો થશે કે સ્કૂટરમાં કંઇપણ ખરાબી આવ્યા બાદ પણ સ્ટાર્ટ થઇ જશે. જોકે આ દરમિયાન તેની સ્પીડ ધીમી થઇ જશે. કંપનીએ આ સ્કૂટરમાં 1200 BLDCની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તે 72V ની ક્ષમતા બેટરી સામેલ છે. આ બેટરી સિંગલ ચાર્જમાં 100 થી 120 કિલોમીટર સુધી દોડાવી શકશે. 

બજાજ ચેતકનો ઇલેક્ટ્રિક અવતાર, જાણો 5 ખાસ વાતો

સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઉપરાંત તેની બેટરીનો સામાન્ય ઘરેલૂ સોકેટ વડે ફક્ત 4 કલાકમાં જ ફૂલ ચાર્જ કરઈ શકાશે. માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆતી કિંમત 90,000 રૂપિયા હોઇ શકે છે. લોન્ચ થયા બાદ ઘરેલુ બજારમાં આ Bajaj ના આગામી Chetak chik ઇલેક્ટ્રિક સ્કૂટરને આકરી ટક્કર આપી શકે છે.