Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર

બીજા ફીચરની વાત કરીએ તો તેમાં હવે હિડન નંબર ફીચર આપવામાં આવ્યું છે. યૂઝર પ્રાઇવેસી માટે આ ફીચર પણ ખૂબ કામનું છે. તેની ખૂબી છે કે આ ગ્રુપના અજાણ્યા યૂજર્સે પોતાનો નંબર દેખાતો નથી. તમારો નંબર ફક્ત તે ગ્રુપ મેમ્બર જોઇ શકે છે જેની ફોનબુકમાં નંબર સેવ હશે.

Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર

નવી દિલ્હી: Truecaller ગત કેટલાક સમયથી સતત પોતાની એપમાં નવા-નવા ફીચર ઉમેરી રહી છે. આ કડીમાં આગળ વધતાં ટ્રૂકોલરે હવે 'Truecaller Group Chat' ની ઘોષણા કરી દીધી છે. ટ્રૂકોલર આ નવી સર્વિસમાં ગ્રુપ ઇંવાઇટ્સ, હિડન નંબર, ચેટ અને એસએમએસ વચ્ચે સ્વિચિંગ સાથે કેટિરાઇઝ્ડ ઇનબોક્સ જેવા ફીચર આપી રહી છે. એડ્રોઇડ અને આઇઓએસ માટે આ ફિચરને 18 ઓક્ટોબરથી રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. યૂઝર તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર સાથે ટ્રૂકોલરથી અપડેટેડ વર્જનને ઇંસ્ટોલ કરી ઉપયોગ કરી શકે છે. 

શું છે ખાસ
ટ્રૂકોલર પોતાની આ સર્વિસ સાથે વોટ્સઅપને ટક્કર આપી શકે છે. કંપની ગ્રુપ ચેટ ઇન્વાઇટ ફીચર દ્વારા યૂજર્સની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખતાં તૈયાર કર્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂજરની પરમિશન વિના કોઇપણ કોઇ ગ્રુપમાં એડ કરી શકશો નહી. તાજેતરમાં જ વોટ્સઅપે પણ આ ફીચરને ઇંટ્રોડ્યૂસ કર્યું હતું.

બીજા ફીચરની વાત કરીએ તો તેમાં હવે હિડન નંબર ફીચર આપવામાં આવ્યું છે. યૂઝર પ્રાઇવેસી માટે આ ફીચર પણ ખૂબ કામનું છે. તેની ખૂબી છે કે આ ગ્રુપના અજાણ્યા યૂજર્સે પોતાનો નંબર દેખાતો નથી. તમારો નંબર ફક્ત તે ગ્રુપ મેમ્બર જોઇ શકે છે જેની ફોનબુકમાં નંબર સેવ હશે. સાથે જ જો કોઇ યૂઝર તમારો નંબર જોવા માંગે છે તો તેને પહેલાં કોન્ટેક્ટ રિક્વેસ્ટ મોકલી તમારી પરમિશન લેવી પડશે.

ટ્રુકોલર ગ્રુપ ચેટ યૂઝર્સને સરળતાથી ચેટ અને એસએમએસ વચ્ચે સ્વિચ કરવાની સુવિધા આપે છે. જો યૂઝર પાસે એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન નથી તો પણ તે બ્લૂ અથવા ગ્રીન સેન્ડ બટનને જોઇ શકશે. આ ઉપરાંત કેટગરાઇઝ્ડ ઇનબોક્સ ફીચર પણ મળે છે. તેના દ્વારા તમે સેવ અને ન સેવ કરવામાં આવેલા નંબર અને સ્પેમ મેસેજને અલગ-અલગ રાખી શકો છો. 

વોટ્સએપને આપી શકશે ટક્કર?
ટ્રૂકોલરમાં આવેલા ચાર નવા ફીચરમાંથી ત્રણ એવા છે જે વોટ્સમાં મળતા નથી. યૂઝર્સની પ્રાઇવેસી માટે ટ્રૂકોલરે આ ફીચર્સને ઇંટ્રોડ્યૂસ કરી વોટ્સઅપને પડકાર ફેંકવાની સાથે જ યૂઝર્સને સારા વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. 

આ સર્વિસ પણ શરૂ કરી
ટ્રુકોલર ગત વર્ષે જ નવી સર્વિસ લાવવાની શરૂઆત કરી દીધી હતી. વર્ષ 2018માં કંપનીએ Truecaller Pay સર્વિસની શરૂઆત કરી હતી. આ યૂઝર્સને UPI સર્વિસ દ્વારા પૈસા ટ્રાંસફર કરવાની સુવિધા આપે છે. તો બીજી તરફ વર્ષની શરૂઆતમાં ટ્રુકોલરે વોઇસ કોલિંગ ફીચરને પણ લોન્ચ કર્યું છે જેથી ઇન્ટરનેટ માધ્યમથી વોઇસ કોલિંગ કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news