નવી દિલ્હી : શ્યાઓમી બહુ જલ્દી ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. કંપનીએ એક ટ્વીટ કરીને આ વાતની હિન્ટ આપી છે. કંપનીએ જૂનમાં ચીનમાં રેડમી 6 સિરીઝ લોન્ચ કરી હતી. કંપની આ તમામ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી શકે છે. કંપની આ સ્માર્ટફોનને 5સપ્ટેમ્બરે લોન્ચ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં રેડમી 6 સ્માર્ટફોનની કિંમત 799 યુઆન (લગભગ 8,400 રૂ.) છે. આ કિંમત 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટની છે. આ સિવાય 4 જીબી રેમઅને 64 જીબી વેરિઅન્ટવાળા ફોનની કિંમત 999 યુઆન છે જ્યારે રેડમી 6એની કિંમત 599 યુઆન (લગભગ 6,300 રૂ.) છે.  


રેડમી 6માં કંપનીએ 5.45 ઇંચની એચડી પ્લસ સ્ક્રીન આપી છે. ફોનમાં 12 મેગાપિક્સેલ અને 5 મેગાપિક્સેલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આમાં 3000 એમએએચની બેટરી છે. રેડમી 6માં કંપનીએ આવા જ સ્પેસિફિકેશન આપ્યા છે. જોકે, આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા નથી. રેડમી 6 પ્રોમાં 5.84 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...