48 MP કેમેરા સાથે Redmi Note 7 લોંચ, Note 7 પ્રોનું એલાન, જાણો કિંમત અને ફીચર્સ
ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી (Xiaomi) એ મોસ્ટ અવેટેડ રેડમી નોટ 7 (Xiaomi Redmi Note 7) ને લોંચ કરી દીધો છે. શાઓમીના આ સ્માર્ટફોનમાં સૌથી ખાસ ફીચર તેનો 48 MP નો રિયર કેમેરા છે. નવા Redmi સીરીઝની શરૂઆત Redmi Note 7 સાથે થઇ છે. ફોનમાં બીજા ઘણા સ્પેશિયલ ફીચર્સ આપવામાં આવ્યા છે. રેડમી નોટ 7ને ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર સાથે લોંચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેડમી નોટ 7 પ્રોની પણ જાહેરાત કરવામાં આવી છે.
ફરી આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો શું ભાવ
ડિસ્પ્લે અને બેટરી
નવા સ્માર્ટફોન Redmi Note 7 માં 6.3 ઈંચની ડિસ્પ્લે ઉપરાંત વોટરડ્રોપ નોચ ડિઝાઇન આપવામાં આવી છે. ફોનને પાવર આપવા માટે ફોનમાં 4000 mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી બેકઅપ 36 કલાકનો છે. ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 660 પ્રોસેસર છે.
ફોનના વેરિએન્ટ
કંપનીએ રેડની નોટ 7 ને 3 GB, 4 GB અને 6 GB રેમ ઓપ્શનની સાથે ત્રણ વેરિએન્ટમાં લોંચ કર્યો છે. ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 32 GB અને 64 GB ના બે ઈન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે.
નોઈડામાં તૈયાર થઇ રહ્યો છે Samsung નો નવો ફોન, કિંમતમાં Xiaomi ને આપશે ટક્કર
સસ્તા સ્માર્ટફોન માટે રહો તૈયાર, આ 3 મોટા કારણોથી મળશે બંપર ડિસ્કાઉન્ટ
14 જાન્યુઆરીથી શરૂ થશે વેચાણ
રેડમી નોટ 7 નો સેલ 14 જાન્યુઆરી 14 જાન્યુઆરી 2019થી શરૂ થશે. કંપની દ્વારા આ ફોનની 18 મહિનાની વોરંટી આપવામાં આવી રહી છે. હજુ કંપની દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ચીન ઉપરાંત બીજા માર્કેટમાં પણ 18 મહિનાની વોરંટી આપવામાં આવશે કે નહી. આ અવસર પર કંપનીએ રેડમી નોટ 7 પ્રોને લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલનું Sony IMX586 સેંસર આપવામાં આવ્યું છે. આ પહેલાં આ સેમસંગ સેંસરની સાથે આવે છે. જોકે નોટ 7 પ્રોને ચાઇનીઝ ન્યૂ ઇયર બાદ લોંચ કરવામાં આવશે. ચીનનું નવું વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.