નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઇન્ડીયન માર્કેટમાં 4 કેમેરા સેટઅપ વાળા રેડમી નોટ 8 (Redmi Note 8) અને 8 પ્રો (Redmi Note 8 Pro) સ્માર્ટફોન્સને લઇને લોન્ચ કરી દીધો છે. રેડમી નોટ 8નો બેસ વેરિએન્ટ 6 GB રેમ અને 64 GB રોમ સાથે આવ્યો છે. તેના બીજા વેરિએન્ટમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ છે. બંને વેરિએન્ટ ક્રમશ: 9,999 રૂપિયા અને 12,999 રૂપિયામાં મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર ફેઝમાં રોલઆઉટ થશે MIUI 11, જાણો તમને ક્યારે મળશે અપડેટ


અહીંથી કરો શોપિંગ
રેડમી નોટૅ 8 પ્રો ત્રણ વેરિએન્ટમાં મળશે, 6જીબી પ્લસ 64 જીબી, 6જીબી પ્લસ 128જીબી અને 8જીબી પ્લસ 128 જીબી. તેની કિંમત ક્રમશ: 14,999, 15,999 અને 17,999 રૂપિયા હશે. બંને ફોન વેચાણ માટે 21 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી એમઆઇ ડોટ કોમ. અમેઝોન ડોટ ઇન અને એમઆઇ હોમ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.

બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ, ચેતક નામથી વાપસી કરવાની તૈયારી  


શાઓમી ઇન્ડીયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મનુ જૈને કહ્યું કે વર્ષ 2014માં રેડમી નોટ લોન્ચ થયા બાદ રેડમી નોટ સીરીજ એક સાચી ડિસરપટર રહી છે. અમે ગેમિંગ માટે બેંચમાર્ક સેટ કરનાર રેડમી નોટ 8 પ્રોને લોન્ચને લઇને ઉત્સાહિત છીએ. તેમાં દુનિયાનો પ્રથમ 64 MP કેમેરા સેન્સર અને હેલિયો જી90 ટી ચિપસેટ છે.