Xiaomi લાવી રહ્યું છે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, મોબાઇલ સાથે કરી શકાશે કનેક્ટ
શાઓમીના ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં બિલ્ટ-ઇન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર તે 18 દિવસ સુધી ચાલે છે. આ સિવાય ટૂથબ્રશનું ચાર્જિંગ બેસ યૂએસબી પોર્ટની સાથે આવે છે.
નવી દિલ્હીઃ શાઓમી (Xiaomi)નું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આવી રહ્યું છે. શાઓમી 20 ફેબ્રુઆરીએ ભારતમાં પોતાનું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ લોન્ચ કરશે. કંપનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા ટીઝરથી આ જાણકારી મળી છે. શાઓમીએ વર્ષ 2018માં ગ્લોબલ માર્કેટ માટે પોતાનું પ્રથમ ડેન્ટલ કેર પ્રોડક્ટના રૂપમાં Mi ઇલેક્ટ્રિક ટૂથબ્રશ લોન્ચ કર્યું હતું. શાઓમીનું Mi ઇલેક્ટ્રિક ટૂથબ્રશ 230gf.com પરથી વધુ ટોર્કની સાથે દરેક મિનિટ 31000 વારથી વધુ વાઇબ્રેટ કરે છે. આ ઘણા કસ્ટમાઇઝેબલ બ્રશ મોડ્ની સાથે આવે છે અને ટ્રેકિંગ, રિપોર્ટિંગ ઇનેબલ કરવા માટે તેમાં પોઝિશન ડિટેક્શન ટેક્નોલોજી આપવામાં આવી છે.
આટલી હોઈ શકે છે ઇલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત
શાઓમી ઈન્ડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જે ટીઝર પોસ્ટ કર્યું છે, તેનાથી ઇલેક્ટ્રિક ટૂથબ્રથની ઝલક મળે છે. શાઓમીનું આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ સ્પેનમાં 29.99 યૂરો (આશરે)ની કિંમત સાથે આવ્યું હતું. ભારતમાં પણ આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશને આટલી કિંમત પર લોન્ચ કરી શકાય છે. Mi ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મેગ્નેટિક લેવિટેશન સોનિય મોટરની સાથે આવે છે અને તેમાં એન્ટી-કરોશન, મેટલ-ફ્રી બ્રશ હેડ આપવામાં આવ્યું છે. શાઓમીએ આ બ્રશમાં સ્ટાન્ડર્ડ અને જેન્ટલ સહિત ઘણા કસ્ટમ કરનારા મોડ્સ આપ્યા છે.
મોબાઇલ સાથે કરી કનેક્ટ કરી શકો છો ટૂથબ્રશ
યૂઝરો Mi ઇલેક્ટ્રિક ટૂથબ્રશને મોબાઇલ એપ સાથે કનેક્ટ કરી શકશે અને બ્રશ ટાઇમ, બ્રશ સ્ટ્રેંગ્થને એડજસ્ટ કરી શકશે. સાથે યૂઝર પોતાની ડાઇટ અને ડેલી બ્રશિંગ હેબિટના આધાર પર ઘણા ઓરલ કેયર ફંક્શનને પણ એડજસ્ટ કરી શકશે. બ્લૂટૂથ કનેક્ટિવિટીનો ઉપયોગ કરતા Mi ઇલેક્ટ્રિક ટૂથબ્રશ કમ્પેટબલ સ્માર્ટફોનની સાથે પેયર થઈ સકશે અને ડેડિકેટેડ એપના માધ્યમથી ડ્યૂરેશન, કવરેજ જેવો ડેટા ઉપલબ્ધ કરાવશે. આ સિવાય તે એપ ડેલી, વીકલી કે મંથલી બેસિસ પર બ્રશિંગ રિપોર્ટ શેર કરે છે. શાઓમીના આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં હાઈ-પ્રિસિશન એક્સલેરેશન સેન્સરનો ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે તે મોઢામાં છ અલગ-અલગ ઝોનને મોનિટર કરીને બ્રશ પોઝિશનની જાણકારી મેળવે છે.
શાઓમીના ઇલેક્ટ્રિક ટૂથબ્રશમાં બિલ્ટ-ઇન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર તે 18 દિવસ સુધી ચાલે છે. આ સિવાય ટૂથબ્રશનું ચાર્જિંગ બેસ યૂએસબી પોર્ટની સાથે આવે છે, જેને પાવર બેન્ક અને કમ્પ્યૂટર સહિત ઘણા ચાર્જિંગ ડિવાઇસની સાથે સીધુ કનેક્ટ કરી શકાય છે. શાઓમીનું આ ટૂથબ્રશ IPX7 વોટર રેજિસ્ટેન્સ રેટિંગની સાથે આવે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube