Slow Internet થી પરેશાન છો તો આ ટિપ્સ અજમાવો, સ્પીડ થશે સુપરફાસ્ટ
ઈન્ટરનેટ સ્પીડ (Internet Speed) એક એવી સમસ્યા છે જે ક્યારેય સોલ્વ થતી નથી. ભલે તમે કેટલો પણ મોંઘો અને સારો ઈન્ટરનેટ પ્લાન (Internet Plan) ખરીદી લો, સ્પીડની સમસ્યા તમામ માટે કોમન હોય છે. આજે અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેની મદદથી તમે ઈન્ટરનેટની સ્પીડ સુપરફાસ્ટ બનાવી શકો છો. સાથે જ એ પણ જાણી લો કે કયા કારણોથી ઈન્ટરનેટની સ્પીડ ઓછી થાય છે.
ઝી મીડિયા/બ્યૂરો :ઈન્ટરનેટ સ્પીડ (Internet Speed) એક એવી સમસ્યા છે જે ક્યારેય સોલ્વ થતી નથી. ભલે તમે કેટલો પણ મોંઘો અને સારો ઈન્ટરનેટ પ્લાન (Internet Plan) ખરીદી લો, સ્પીડની સમસ્યા તમામ માટે કોમન હોય છે. આજે અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેની મદદથી તમે ઈન્ટરનેટની સ્પીડ સુપરફાસ્ટ બનાવી શકો છો. સાથે જ એ પણ જાણી લો કે કયા કારણોથી ઈન્ટરનેટની સ્પીડ ઓછી થાય છે.
Sushant Suicide Case: અચાનક ગાયબ થયા રિયા અને તેનો ભાઈ, ફોન પણ બંધ
ઈન્ટરનેટ થ્રોટલિંગને કારણે સ્પીડ સ્લો થાય છે
હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાન લેવા છતા જો તમારી સિસ્ટમ સ્લો ચાલી રહી છે, તો તેનું કારણે ઈન્ટરનેટ થ્રોટલિંગ (Internet Throttling). હકીકતમાં તમારો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વિસ્તારમાં તમામને એક સમાન સ્પીડ આપવા માટે ઈન્ટરનેટ થ્રોટલિંગનો ઉપયોગ કરે છે. જો કોઈ વ્યક્તિ કે કેટલાક લોકો કોઈ એક એરિયામાં એકસાથે એચડી મૂવી જોઈ રહ્યા છે કે કોઈ હેવી ફાઈલ ડાઉનલોડ કરી રહ્યા છે તો સર્વર લોડ બહુ જ વધી જાય છે. આવામાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પોતાના ઈન્ટરનલ સેટિંગ (Intern Service Provider) થી તમારી સ્પીડ ઓછી કરી દે છે. જેથી એકવારમાં સર્વર પર લોડ (Server load) ઓછો પડે અને વિસ્તરાના તમામ લોકોને સમાન સ્પીડ મળતી રહે. આ જ કારણ છે કે, વધુ સ્પીડવાળા પ્લાન લેવા છતાં ઈન્ટરનેટ સ્પીડ સ્લો રહે છે.
August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank
કેવી રીતે વધારવી ઈન્ટરનેટ સ્પીડ
મોટાભાગના ઈન્ટરનેટ સર્વિસ સ્પેશિયાલિસ્ટ સલાહ આપે છે કે, જો તમારું નેટ ધીરે ચાલું રહ્યું છે તો સૌથી સરળ ઈલાજ છે VPN એટલે કે વરર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (Virtual Private Network) આ નેટવર્કની ખાસ વાત એ છે કે, તે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના નજરમાં આવ્યા વગર તમને અલગ સર્વર પ્રદાન કરે છે. આ પર કામ કરવાથી તમારી સ્પીડ આપોઆપ તેજ બની જશે. તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં કોઈ એક વીપીએનને ડાઈનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
રિસર્ચમાં દાવો : દેડકાની સંખ્યા ઓછી થતા બીમારીઓનું ઘર બન્યું ‘ભારત’
કોઈ ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ એપ કે સાઈટથી રાખો નજર
તમે તમારી ઈન્ટરનેટ સ્પીડ તપાસવા માટે કોઈ ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ (Internet Speed Test) એપ કે વેબસાઈટની મદદ લઈ શકો છો. અલગ અલગ સમયમાં તમારે સ્પીડને તપાસવાથી તમને માલૂમ પડી જશે કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે તમારા કનેક્શનમાં ઈન્ટરનેટ થ્રોટલિંગ લગાવ્યું છે કે નહિ. તમે તમારી સ્પીડની ફરિયાદ સર્વિસ પ્રોવાઈડર કંપનીને કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર