ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ કોરોના કાળમાં મોટા ભાગના ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે બીજી તરફ એક બાળકે સમયનો સદઉપયોગ કરીને કમાલ કરી છે. આ બાળકનું નામ છે અર્થવ આદિત્યરાવ. હાલ આ નામ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. રાજસ્થાનના સિરોહીમાં રહેતો અર્થવ ભારતનો યંગેસ્ટ યુટ્યુબર બન્યો છે. લોકડાઉનના સમયમાં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને પછી થઈ ગયો કમાલ. હાલ અર્થવ યુટ્યુબ થકી લાખો રૂપિયાની કમાણી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ એક મહામારીનું તોળાઈ રહ્યું છે જોખમ, કોરોના કરતા પણ ખતરનાક, વૈજ્ઞાનિકો ડર્યા


રાજસ્થાનના સિરોહીમાં રહેતો અર્થવ હાલ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. કોરોના કાળમાં આપવામાં આવેલાં લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી. બીજા બાળકોએ જ્યારે રમવામાં પોતાનો સમય પસાર કર્યો ત્યારે અર્થવ આદિત્યરાવના મનમાં કંઈક બીજું ઝૂનૂન સવાર બહતું. તેણે આ સમયનો સદઉપયોગ કરીને પોતાની યુટ્યુબ ચેનલ તૈયાર કરી. બસ પછી તો આદિત્યએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી.


બજેટમાં મોબાઇલ ફોન મોંઘા થવાની જાહેરાત, ફરી ચર્ચામાં આવી આઈફોનની માંગ કરનારી હીના, જુઓ memes   


કોરોના કાળમાં હવે જ્યારે મોટાભાગના રાજ્યોમાં શાળાઓ ખુલી ગઈ છે ત્યારે શાળાએ જવું આદિત્ય માટે નવો અનુભવ રહ્યો. લોકડાઉનના સમયમાં જ આદિત્યને ફેમસ યુટ્યુબરની ઓળખ મળી ચુકી છે. આદિ ટેક નામથી યુટ્યુબ ચેનલ ચલાવનાર આ છોટે ઉસ્તાદને ગેમિંગમાં રસ છે. આદિએ ગેમિંગને જ તેનું કેરિયર બનાવી દિધું છે. ઘણા લોકોને થતું હશે કે ગેમિંગમાં શું કેરિયર હોઈ શકે અને કમાણી પણ કેટલી થઈ શકે? તો તમને જણાવી દઈએ કે આદિ યુટ્યુબથી મહિનાના પાંચ લાખ રુપિયાની કમાણી કરે છે. જી હાં,,મહિનાના પાંચ લાખ રુપિયા..આદિના ઘણા વીડિયો ગુગલ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યા છે.


Budget 2021: ખેડૂત આંદોલન વચ્ચે આ વખતે બજેટમાં ખેડૂતો માટે સરકાર કરી અનેક જાહેરાતો...ખાસ જાણો 


નાની ઉંમરમાં નવી ટેકનીક સાથે કામ કરતા કરતા આદિએ તેનો એક વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને જ્યારે વીડિયોથી આવકની શરુઆત થતાં પરિવારના લોકો આદિને સપોર્ટ કરવા લાગ્યા. માત્ર 14 વર્ષમાં આદિત્ય હવે પ્રોફેશનલ યુટ્યુબર બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો 14 વર્ષના બાળકની સફળતાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને આ બાળક ઘણા બેરોજગાર લોકો માટે પ્રેરણારુપ બની રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube