Candida Auris: વધુ એક મહામારીનું તોળાઈ રહ્યું છે જોખમ!, કોરોના કરતા પણ ખતરનાક, વૈજ્ઞાનિકો ડર્યા
કોરોનાકાળમાં વધુ એક મહામારીનું જોખમ જોવા મળી રહ્યું છે. જે મોટા પાયે તબાહી મચાવી શકે છે. વૈજ્ઞાનિકો પણ તેનાથી ડરેલા છે. જાણો વિગતો.
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દુનિયા કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ આ બધા વચ્ચે એક એવા ફંગસથી વૈજ્ઞાનિકો ડરેલા છે જે કોરોનાથી પણ વધુ તબાહી મચાવી શકે છે. આ ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ (Candida Auris) છે. જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે. આ ફંગસ ખુબ જ જોખમી ગણાઈ રહી છે.
મહામારી લાવવામાં સક્ષમ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્ડિલા ઓરિસ (Candida Auris) ફંગસ એટલી જોખમી છે કે તે કોરોનાથી પણ મોટી મહામારી લાવવામાં સક્ષમ છે. કારણ કે તે ઝડપથી ફેલાઈ રહી છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કેન્ડિલા ઓરિસ પોતાની જાતને વધુ સારી કરી રહી છે અને મોટાભાગની એન્ટીફંગલ દવાઓને બેઅસર કરી રહી છે. સીડીસી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ ફંગસ (Fungus) હોસ્પિટલોમાં ફેલાઈ ગઈ તો તે ખુબ જ જોખમી બની જશે.
વર્ષ 2009માં થઈ હતી કેન્ડિલા ઓરિસની ઓળખ
લંડન ઈમ્પિરિયલ કોલેજમાં મહામારી વિશેષજ્ઞ જોહાના રોડ્સે કહ્યું કે કેન્ડિલા ઓરિસ ફંગસ કેન્ડિલા ઓરિસ (Candida Auris) સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવિત રાખે છે. રોડ્સ વર્ષ 2016માં ઈંગ્લેન્ડમાં ફંગસના કારણે ફેલાયેલા સંક્રમણને કાબૂ કરનારી ટીમમાં સામેલ હતા. તેમણે કહ્યું કે બ્લેક પ્લેગ સાથે તેની સરખામણી એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તે બંદરોથી ફેલાયેલી છે.
વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધારવાની જરૂર
કોરોના (Covid 19) મહામારીએ સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ફેલાયેલી કમીઓને ઉજાગર કરી. આ કમીઓને દૂર કરવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં અનેક મહામારી ફેલાઈ શકે છે. જેમાં પર્યાવરણ પરિવર્તન પણ મહત્વની ભૂમિકા ભજવશે. આવામાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતાના આધારે સુધારવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે