હાર્દિક મોદી, નવી દિલ્હીઃ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ વિવિધ પ્રકારના વીડિયો માટે પ્રખ્યાત છે. આજની પેઢી યુટ્યૂબ ચેનલના માધ્યમથી તગડી કમાણી પણ કરી રહી છે. તેવામાં યુટ્યૂબમાં સૌથી મોટો ડ્રો બેકમાનો એક અભદ્ર કમેન્ટ્સનો છે. યુટ્યૂબ પર કોઈ પણ યુઝર કોઈ પણ વીડિયો નીચે જે મન ફાવે તે પ્રમાણે કમેન્ટ કરતા હોય છે. જેનો ગેરલાભ ઉઠાવી કેટલાક લોકો અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે તેને રોકવા માટે યુટ્યૂબે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના ફિચરનો ઉપયોગ કર્યો છે. જાણો તે વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નવું ફીચર્સ
યુટયૂબ પર વીડિયો અપલોડ કર્યા પછી કેટલાક લોકો નફરત ફેલાવા માટે વાંધાજનક કમેન્ટ્સ કરતા હોય છે. યુટ્યૂબ પર એક નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી તમામ લોકો વીડિયો નિહાળતા હોય છે, તેવામાં અભદ્ર ભાષાના ઉપયોગ અંગે ફરિયાદો પણ થતી હોય છે. એટલે યુટ્યૂબે AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી યુઝર્સની કમેન્ટને પહેલા સ્કેન કરશે ત્યાર પછી કમેન્ટમાં કોઈ પણ પ્રકારના વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હશે, તો પહેલા એક પોપ અપ ખુલશે, જેમાં કમેન્ટને સુધારવા માટે જણાવામાં આવશે. ત્યાર પછી કોઈ યુઝર કમેન્ટને સુધારવા ઈચ્છે તો સુધારી શકે છે પરંતુ જો યુઝર કમેન્ટ સુધારવા નથી ઈચ્છતો તો તે જ કમેન્ટને અપડેટ કરી શક્શે.


આ પણ વાંચોઃ Vi લોન્ચ કર્યો ખાસ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં 5 લોકોને મળશે ફાયદો


મહત્વની વાત એ છે કે AIના માધ્યમથી યુટ્યૂબ કમેન્ટને સ્કેન કરવાનું ફીચર તો લાવ્યું છે પણ હજુ પણ તેમા અપડેટની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ હજુ પણ અભદ્ર કમેન્ટ કરવા ઈચ્છે તો માત્ર પુનઃ વિચાર કરવા માટે યુટ્યૂબે ઓપ્શન આપ્યુ છે, પરંતુ હજુ સુધી વાંધાજનક કમેન્ટ તો કરી જ શકાય છે. યૂટ્યૂબે માત્ર કમેન્ટ પર પુનઃ વિચાર કરવા માટે ઓપ્શન આપ્યું છે. યુટ્યૂબ પહેલાથી જ AI માટે ખુબ જ પ્રખ્યાત છે. AIની મદદથી કોપરાઈટ્સ પણ ખુબ સારી રીતે સુરક્ષિત રહી શકે છે. યુટ્યૂબ પર કોઈ વ્યક્તિએ મ્યૂઝિક કોપી કર્યું છે કે પછી વીડિયો કોપી કર્યો છે તો તે પણ AIની મદદથી સ્ટ્રાઈક મોકલીને હટાવી દે છે તેવામાં યુટ્યૂબ પર હવે એવા ફીચરની જરૂર છે જ્યાં અભદ્ર શબ્દને ઓટો ડિટેક્ટ કરીને ઓટોમેટિક કમેન્ટ ડીલિટ થઈ જઈ શકે.


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube