સિયોલ: દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ (Samsung) પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડની ડિઝાઇનમાં મોડીફિકેશન બાદ તેને સપ્ટેબરમાં લોન્ચ કરવાની પુરી તૈયારી કરી રહી છે. કંપની દ્વારા આ વિશે જાહેરાત પણ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાઇ કંપની સેમસંગે પોતાના એક નિવેદનમાં કહ્યું, 'હિંજ ક્ષેત્રના ઉપરી અને નીચલા હિસ્સાને નવા ઉમેરવામાં આવેલા સુરક્ષા કેપની સાથે મજબૂત કરવામાં આવ્યો છે.'

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનો એક નિર્ણય...અને 25 રૂપિયા સસ્તુ થઇ જશે પેટ્રોલ, જાણો કેવી રીતે


પહેલાં 26 એપ્રિલને લોન્ચ થયો હતો ફોન
જોકે વર્ષ 2019ની શરૂઆતમાં જ ફ્યૂચર સ્માર્ટફોન ટેક્નોલોજી તરફ આગળ વધતાં સેમસંગે પહેલાં ફોલ્ડેબલ ડિવાઇસની જાહેરાત કરી હતી. તેને 26 એપ્રિલના રોજ રિલીઝ કરવાનો હતો, પરંતુ એક્સપર્ટને જાણવા મળ્યું કે વળી જનાર સ્ક્રીનમાં કેટલીક ખામીઓ છે. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો છે. 

Redmi લોન્ચ કરવા જઇ રહી છે આ સ્માર્ટફોન, હશે 64MP કેમેરો


512 GB સ્ટોરેજ સાથે આવશે સ્માર્ટફોન
કંપનીએ એ પણ કહ્યું છે કે તે સપ્ટેમ્બરથી સિલેક્ટેડ બજારોમાં ગ્રાહકોને ગેલેક્સી ફોલ્ડ ઉપલબ્ધ કરાવવા માટે અંતિમ ઉત્પાદ પરીક્ષણ કરી રહી છે. આ પ્રીમિયમ સ્માર્ટફોન 7એનએમ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 855 ઓક્ટા-કોર ચિપસેટની સાથે બનાવવામાં આવ્યો છે. તેમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. 


ફોનમાં કુલ 4 કેમેરા
તેમાં 16-12-12 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ તેમાં સેલ્ફી કેમેરા 10 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇફાઇ, જીપીએસ અને યૂએસબી ટાઇપ-સી સામેલ છે.