સરકારનો એક નિર્ણય...અને 25 રૂપિયા સસ્તુ થઇ જશે પેટ્રોલ, જાણો કેવી રીતે

પેટ્રોલ-ડીઝલની કિંમતોને ફરી એકવાર જીએસટીમાં લાવવા માટે ચર્ચા તેજ થઇ ગઇ છે. ઉદ્યોગ મંડળ એસોચૈમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં સામેલ કરવા અને સ્ટોપ શુલ્ક જેવા કેટલાક સ્થાનિક ટેક્સને પણ તેમાં સામેલ કરવાની માંગ કરી છે. જો એસોચૈમની વાત પર સરકાર વિચાર કરે છે અને પેટ્રોલિયમને GST માં સામેલ કરવામાં આવે છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.  
સરકારનો એક નિર્ણય...અને 25 રૂપિયા સસ્તુ થઇ જશે પેટ્રોલ, જાણો કેવી રીતે

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોને ફરી એકવાર જીએસટીમાં લાવવા માટે ચર્ચા તેજ થઇ ગઇ છે. ઉદ્યોગ મંડળ એસોચૈમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં સામેલ કરવા અને સ્ટોપ શુલ્ક જેવા કેટલાક સ્થાનિક ટેક્સને પણ તેમાં સામેલ કરવાની માંગ કરી છે. જો એસોચૈમની વાત પર સરકાર વિચાર કરે છે અને પેટ્રોલિયમને GST માં સામેલ કરવામાં આવે છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.  

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના અનુસાર, દિલ્હીમાં એક લીટર પેટ્રોલ પર વેટ અને એક્સાઇઝ ડ્યૂટીને મીલાવીને 35.56 રૂપિયા ચૂકવવા પડે છે. આ ઉપરાંત સરેરાશ ડીલર કમીશન 3.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીલર કમીશન પર વેટ લગભગ 15.58 રૂપિયા પ્રતિ લીટર થાય છે. સાથે જ 0.31 રૂપિયા પ્રતિ લીટર નૂરના રૂપમાં ચાર્જ કરવામાં આવે છે. જો સરકાર આ બધા ટેક્સને દૂર કરી સીધો જીએસટી લગાવે છે તો પેટ્રોલ 25 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે.

પહેલાં કેંદ્વ પછી રાજ્ય સરકાર લગાવે છે ટેક્સ
એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલના અનુસાર, પેટ્રોલની કિંમત હોય છે લગભગ એટલો જ ટેક્સ પણ હોય છે. ક્રૂડ ઓઇલ ખરીદ્યા બાદ રિફાઇનરીમાં લાવવામાં આવે છે અને ત્યાંથી પેટ્રોલ-ડીઝલના રૂપમાં બહાર નિકળે છે. ત્યારબાદ તેનાપર ટેક્સ લગાવવાનું શરૂ થાય છે. સૌથી પહેલાં એક્સાઇઝ ડ્યૂટી કેંદ્વ સરકાર લગાવે છે પછી રાજ્યોનો વારો આવે છે જે પોતાનો ટેક્સ લગાવે છે. તેને સેલ્સ ટેક્સ અથવા વેટ કહેવામાં આવે છે. 

ભાવ વધતાં વધે છે રાજ્યોની કમાણી
આશિફ ઇકબાલના અનુસાર આ સાથે જ પેટ્રોલ પંપના ડીલર તેના પર કમીશન ઉમેરે છે. જો કેંદ્વ અને રાજ્યના ટેક્સને લીંક કરી દેવામાં આવે તો આ લગભગ પેટ્રોલ અથવા ડીઝલની વાસ્તવિક કિંમત બરાબર થાય છે. ઉત્પાદન શુલ્કથી લગ વેટ એડ-વેલોરમ (વધારાનો ટેક્સ) હોય છે, એવામાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે તો રાજ્યની કમાણી પણ વધે છે. 

કેટલુ સ્સ્તુ થશે પેટ્રોલ 
જો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો કેંદ્વ અને રાજ્ય સરકારને તેનાથી મોટું નુકસાન થઇ શકે છે. આસિફના અનુસાર જો હાલના ભાવ જોઇએ તો સ્પષ્ટ છે કે જો ટેક્સ ન લાગે તો પેટ્રોલ ખૂબ સસ્તુ થઇ શકે છે. 73.27 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ ટેક્સ (એક્સાઇઝ ડ્યૂટી અને વેટ) દૂર થતાં 37.70 રૂપિયા પ્રતિ લીટર રહી જશે. જો તેના પર 28% જીએસટી લાગે તો પણ આ 48.25 રૂપિયા પ્રતિ લીટર થશે.  

જોકે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીમાં લાવવું સરળ નહી હોય. કારણ કે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રાજ્ય પોતાની કમાણીનો ભાગ જીએસટીના પક્ષમાં લાવવામાં જોવા મળ્યા નથી. એવામાં રાજસ્વમાં થનાર નુકસાનને ધ્યાનમાં રાખતાં કેંદ્વ સરકાર એકલી નિર્ણય ન કરી શકે. કારણ કે રાજ્ય પણ જીએસટી કાઉન્સિલની બેઠકનો મુખ્ય ભાગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news