આવી ખરાબ સ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા અરવલ્લીના વિદ્યાર્થીઓ...Video
પ્રાથમિક શાળાના બાળકોને સારું શિક્ષણ અને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજનાઓ મુકવામાં આવી છે પરંતુ અરવલ્લી જિલ્લામાં તો જાણે ઉલટી ગંગા વહી રહી હોય એવું લાગી રહ્યું છે .વાત છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની માલપુર તાલુકા માં આવેલા ગોઢ ગામે બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે.1984ની સાલમાં બનેલી શાળાના ઓરડા તૂટેલી હાલતમાં છે.છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.શાળા દ્વારા 2015માં નોન યુઝ માટે દરખાસ્ત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા મંજુર કરવામાં આવી નથી.શાળામાં આવેલા માત્ર બે જ ઓરડામાં 1 થી 5 ધોરણ ના બાળકો માત્ર બે જ ઓરડાઓમાં બાળકોનો સમાવેશ કરી અભ્યાસ કરાવવાં આવે છે.શાળાનું મકાન એકદમ જૂનું હોવાથી દીવાલો માં તિરાડો પડી ગઈ છે .તેમજ સિમેન્ટના પતરા વાળા ઓરડા હોવાના કારણે ચોમાસામાં પાણી પડે છે તેમ છતાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.