પુરા ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ ગવાહ છે. પહેલાના સમયમાં આપાતકાલ આ દિવસોમાં અનેક યોદ્ધાઓ દ્વારા મંદિરો અને નગરીઓને નિશાન બનાવી તેને જીતી લેવામાં આવી હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરી રહ્યા છે કે જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે મંદિરની ઉપર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. જી હા આ મંદિર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે અને તેની પણ એક કહાની છે.