ભાજપ કોંગ્રેસ વચ્ચે છત્તીસગઢમાં કાંટાની ટકર
રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattigarh Assembly Elections 2018)માં ભાગ્ય અજમાનવનાર તમામ 1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે. આજે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ જશે અને 12 કલાક સુધીમાં વલણ સ્પષ્ટ થઈ જશે. મહત્વનું છે કે, રાજ્યના દરેક જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં વિધાનસભાવાર 14-14 ટેબલ લગાવવામાં આવ્યા છે.