CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાનો પ્રયાસ, શું કહ્યું પોલીસે....
IB ના સ્ફોટક રિપોર્ટના આધારે માનીએ તો વડોદરાની શાંતિ મૃગજળ જેવી ભ્રામક છે અને સીએએના વિરોધમાં ગમે ત્યારે વિરોધ વંટોળ આવી શકે છે. જોકે CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાના છેલ્લા અઢી મહિનામાં બે પ્રયાસો થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો અને પોલીસ સુરક્ષા ગોઠવી રહ્યા છે. સીસીટીવી હટાવવાની વાતમાં એ ખાનગી ચેનલના સીસીટીવી વાયરો હટાવાઈ રહ્યા હતા. અમે તમામ સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત છીએ અને સોશિયલ મીડિયામાં મેસેજ કરનારની ધરપકડ કરીશું. શહેરમાં શાંતિ જળવાઈ રહે માટે શાંતિ સમિતિની બેઠક પણ ગોઠવી દેવાઈ છે.