રાજ્યભરમાં તીડના આતંકથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે તીડથી પાકને નુકસાનનો સરવે પૂર્ણ થઈ ગયો છે. તંત્ર દ્વારા રાજ્યના તીડ આતંકગ્રસ્ત તાલુકાઓના 266 ગામોમાં સરવે હાથ ધરાયો હતો. જેમાં તીડના આતંકથી અત્યાર સુધી કુલ 17321 હેક્ટર પાકનો નાશ કરાયો છે. ગ્રામસેવકોએ તીડનો સરવે પુરો કરી લીધા બાદ ખેતીવાડી વિભાગે સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી દેવા તજવીજ હાથ ધરી છે.