દિલ્હી: તણાવ યથાવત, મોજપુરમાં ગાડીઓમાં આગચંપી, અત્યાર સુધી 7ના મોત, 100 ઘાયલ
દિલ્હીમાં CAAના સમર્થકો અને CAAના વિરોધીઓ સામસામે આવી જતા તણાવી સ્થિતિ યથાવત છે. રાજધાનીના મોજપુરમાં સવારે કેટલીક ગાડીઓને આગના હવાલે કરવામાં આવી. અત્યાર સુધીમાં 100 લોકો ઘાયલ થયા છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ સહિત સાતના મોત થયા છે.બ્રહ્મપુરીમાં પથ્થરમારો થયો. RAFની ટીમને બોલાવવામાં આવી છે. દિલ્હી પોલીસ કમિશનરે મોડી રાત્રે 2 વાગ્યે કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી. મોડી રાત્રે ફાયર બ્રિગેડને 45 કૉલ આવ્યા. ફાયરની ગાડીને પણ નિશાન બનાવવામાં આવી. ત્રણ ફાયરના કર્મચારીઓ ઘાયલ થયા છે.