એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની
પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. તેમજ વાર્ષિક 5 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરીને પોતાના ઉદ્યોગના વ્યવસાયને દેશ વિદેશમાં પહોંચાડયો છે.