નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે. વર્ષ 2016-17 માં રાજ્ય સરકારની આવક 64,443 કરોડ હતી તે વર્ષ 2017-18 માં વધીને 71,549 કરોડ થઇ છે.વર્ષ 2018 -19 ના અંદાજમાં ચોખ્ખી લેવડદેવડ મુજબ રુ.783.02 કરોડની પુરાંત રહેશે એવી ધારણા હતી. વર્ષના અંતે ચોખ્ખી લેવડદેવડ મુજબ સુધારેલ અંદાજમાં રૂ. 1374.18 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. ત્યારે આવો એક નજરે આ લેખાનુદાન બજેટને સેક્ટર વાઇઝ ડિવાઇડ જોઇએ.