મહેસાણાના બહુચરાજીમાં છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવેતર સાથે ખાતરની માગ વધી હોવાને કારણે યુરિયાની તંગી સર્જાઈ છે...ત્યારે પાક પર માઠી અસરની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. યુરિયા ખાતર માટે એગ્રો સેન્ટર તેમજ સહકારી મંડળીઓના ચક્કર કાપી ખેડૂતોની હાલત દયનીય બની છે.