સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં કેક કટીંગ પર પ્રતિબદ્ધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં યુવાવર્ગ દ્વારા જાહેરમાં કેક કટીંગ તો કરવામાં આવે છે, પરંતુ આ કેક કટીંગ તલવાર વડે કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક વિડિઓમાં યુવાનો દ્વારા જાહેર રોડ પર 8 જેટલી કેક તલવાર વડે કાપવામાં આવી હતી. ઝી 24 કલાક દ્વારા સૌ પ્રથમ આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે અહેવાલ ના પગલે પોલીસ દોડતી થઈ હતી. શરૂઆત ના સમયે આ વિડિઓ અમરોલી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે બાદ માં વીડિયો ની પુષ્ટિ કરતા તે સરથાણા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું.સરથાણા પોલીસે વિડિઓ ના આધારે અક્ષીત આહીર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.