દિલ્હીની કોર્ટે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડી માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે કર્યો હતો. બે દિવસની CBI કસ્ટડી પૂરી થયા બાદ આજે ચિદમ્બરમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.