ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થતાં ગોવા સહિત દેશભરમાં શોકની લાલીમા છવાઇ છે. ભાજપના સંનિષ્ટ કાર્યકર અને એક લોકપ્રિય નેતાની સાથોસાથ તેઓ ભાજપના સંકટ મોચન સમાન હતા. સોમવારે સાંજે પ કલાકે એમના અંતિમ સંસ્કાર કરાશે. આ પૂર્વે અંતિમ દર્શન માટે એમના પાર્થિવ દેહ પહેલા ભાજપ કાર્યાલય લવાયો હતો અને બાદમાં જનતાના દર્શન માટે કલાભવન લવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત નેતાઓ એમની અંતિમ યાત્રામાં જોડાશે