ગુજરાતના અનેક ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર, એક પણ વોટ ન પડ્યો
આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. યુવા વર્ગ તથા નોકરિયાત નોકરી પર જતા પહેલા વોટ આપતા, તો વૃદ્ધો અને દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા. આવામાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ મતદાનનો બહિષ્કાર પણ કરાયો છે. હાલ ગુજરાતમાં જામનગર તથા ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે.