મહારાષ્ટ્રમાં ખૂરશીનો ખેલ: રાજકીય સ્થિતિ પર બેઠકોનો દોર શરૂ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ શિવસેનાએ સરકાર બનાવવા માટેની કવાયત ઝડપી બનાવી દીધી છે. અટકળો મુજબ શિવસેનાની શરદ પવારની પાર્ટી એનસીપી સાથે વાતચીત ચાલુ છે. આ કડીમાં શરદ પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પણ યોજી હતી. જેમાં નક્કી કરાયું કે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે કોંગ્રેસના નિર્ણય બાદ એનસીપી પોતાના પત્તા ખોલશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વની મહારાષ્ટ્ર પ્રદેશ શાખાની સાથે સાંજે 4 વાગે મહત્વની બેઠક થશે.