રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧૯,૪૯૪, ઉકાઇમાં ૧,૦૯,૩૮૫, દમણગંગામાં ૫૦,૨૧૮, કરજણમાં ૧૯,૬૯૦, ધરોઈમાં ૧૧,૩૯૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૭,૯૪૧, મેશ્વોમાં ૭,૦૧૦, ઓઝત-વીઅરમાં ૬,૭૩૯, ઓઝત-૨માં ૪,૯૮૮, કડાણા, ગુહાઈ અને વણાકબોરીમાં ૧,૫૦૦-૧,૫૦૦, માઝમમાં ૧,૩૫૦, મોટા ગુજરિયામાં ૧,૨૧૫ અને ખેડવામાં ૧,૦૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.