લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.