રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિધાર્થીઓમાં ભારે વિરોધ નોંધાવતા 150 જેટલા વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. જમવાનું સારું ન આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા અનેકવાર અધિકારીઓને રજુઆત કરવા છતાં ફૂડમાં અધિકારીઓ ધ્યાન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.