દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં(Southeast Arabian Sea) સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના(Low pressure system) કારણે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યના વાતાવરણમાં(Weather) પલટો આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbance) કારણે પશ્ચિમ હિમાલય પર્વતમાળાના(Himalayan Range) વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેની સીધી અસર ઉત્તરનાં પવનો દ્વારા ગુજરાત પર થવાની સંભાવના છે.