બોટાદ શહેર માં આવેલ મોહમ્મદ નગર વિસ્તારની જ્યારે અમારી ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી અને અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકોના જણાવ્યા મુજબ અહીં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ના હોય તેવું મોહમ્મદ નગર વિસ્તારના લોકોએ જણાવ્યું જેમકે નગરપાલિકા દ્વારા નિમિત કચરો ઉઠાવવાની ગાડી આવતી નથી અને જે ગાડી આવે છે તે ગાડી ઉભી રહેતી નથી અહીંની મહિલાઓ કચરો લઈને બહાર આવે છે ત્યાં તો ગાડીનો ડ્રાઈવર ગાડી લઈને ચાલ્યો જાય છે અને જ્યારે લોકો દ્વારા કહેવામાં આવે છે તો તેમની સાથે ગેરવર્તન કરી નીકળી જાય છે