સરકાર બનાવવા શિવસેના રાજ્યપાલને મળીને કરશે રજૂઆત
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.