ગિરગઢડા અને ગીર સહિત ઉનામાં વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર થાય છે અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થઈ જાય છે. હાલ ખેતરમાં ઉભેલ મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થાય છે સરકારે ભલે ટેકાનો ભાવ જાહેર કર્યો પરંતુ આ વિસ્તારમાં રહેતા ખેડૂતો ની મગફળી સરકારના ધારાધોરણમાં નહિ આવે. ખેડૂતોએ મગફળી પાકી જતા ખેતરમાંથી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ વારંવાર વરસાદના આગમનના કારણે ખેતરમાં સુકવેલ મગફળી પલળી જતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.