સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મેનપુરી સાંસદ મુલાયમ સિંહ યાદવ (mulayam singh yadav) ની તબિયત બગડતા સોમવારે કૌશંબીના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલામય સિંહની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવને કિડનીને લગતી બિમારી છે. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા.