એક સેલ્યુટ ઉદ્યોગ સાહસિકોને: જાણો વેરાવળના રમેશભાઇ ઢીલાળાની સફળ કહાની
રમેશભાઇ ટીલાળા કે જેઓ અભ્યાસ માત્ર 10 ધોરણ સુધી કર્યો છે પરંતુ આજે ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ સારી એવી નામના ધરાવી રહ્યા છે અને વિશ્વના 15 જેટલા દેશોમાં પોતાના પાટર્સ એકસપોર્ટ કરી રહ્યા છે. 10 ધોરણ પાસ રમેશભાઇ ટીલાળાની વાત કરીએ તો તેઓ પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવા વિચાર આવ્યો હતો. અને આ વિચાર ની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગ થી કરી હતી. ટેકસટાઇલ ઉદ્યોગ માં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગ ની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદ માં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવી રહ્યા છે.. ટેક્સટાઈલ , ફૂડ , કાસ્ટિંગ , પ્લાસ્ટિક , ફોરજિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓ ને રમેશભાઇ રોજી રોટી પુરી પાડી રહ્યા છે..