એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકારે પુર્નવિચાર અરજી દાખલ કરી હતી જેનો સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે આજે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. હકીકતમાં 20 માર્ચ 2018માં પોતાના ચુકાદામાં કોર્ટે આગોતરા જામીનની જોગવાઈ કરી હતી અને ધરપકડ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યાં હતાં. જેને ધરપકડની જોગવાઈને નબળી કરી હોવાનું ગણવામાં આવતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. 3 જજોની બેન્ચે ગત વર્ષે આપેલા ચુકાદાને બે જજોની બેન્ચે રદ કર્યો. જો કે બે જજોના ચુકાદા બાદ ચુકાદો પલટવા માટે કેન્દ્ર સરકાર આ કાયદામાં સંશોધન કરીને તેને ફરીથી ખુબ કડક કરી ચૂકી છે. જેમાં તરત ધરપકડ થશે અને ઓગાતરા જામીનની જોગવાઈને ખતમ કરવામાં આવી.