સુરત આગ કાંડને આજે એક મહિનો પુરો થયો છે. એક મહિના પહેલા સુરતમાં તંત્રની બેદરકારીના ભોગે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના એક પીડિત હતા જતિનભાઈ નાકરાણી. જતિનભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તક્ષશિલા આર્કેડના બીજા મળે જતિનભાઈ ફેશન ઇન્સ્ટીટયૂટ હતું. ત્યારે એ દિવસે શું ઘટના બની હતી અને કેવી પરિસ્થિતી સર્જાઈ તે તમામ સવાલો સાથે ઝી 24 કલાકે જતિનભાઈના પિતા સાથે ખાસ વાતચીત કરી છે..