ટાટ પાસ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને આપ્યું અલ્ટીમેટમ
ટાટ પાસ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરમાં એક દિવસના પ્રતિક ધરણા માટે ઉમટ્યા હતા. માધ્યમિક કક્ષાના શિક્ષક માટેની ટાટ પરીક્ષા પોણા બે લાખ થી વધુ વિદ્યાર્થીઓએ પાસ કરી હતી, પરંતુ લાંબા સમયથી કોઈ જ પ્રકારની ભરતીની જાહેરાત ન આવતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. બે મહિના અગાઉ શિક્ષણ મંત્રી દ્વારા ટાટ પાસ વિદ્યાર્થીઓ માટે જાહેરાત પડશે તેવી જાહેરાત કરી હતી. ટાટ પાસ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ફેબ્રુઆરી મહિનાની 11 તારીખ સુધીમાં તો જાહેરાત નહિ પડે તો ગાંધીનગરમાં આંદોલન કરશે.