વડોદરામાં ભાજપના નેતા દલસુખ પ્રજાપતિએ PSIને કહ્યું, તારા પટ્ટા ઉતરાવી દઈશ...
વડોદરામાં ભાજપના નેતા અને માટીકામ બોર્ડના ચેરમેને પોલીસકર્મીને ધમકી આપી. ફતેગંજ પોલીસે નેતા દલસુખ પ્રજાપતિના સંબંધી એવા બિલ્ડર અરેષ પ્રજાપતિની ધરપકડ કરી હતી. જે બાદ નેતાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને PSIને તારા પટ્ટા ઉતરાવી દઈશ એવી ધમકી આપી. આ મામલે દલસુખ પ્રજાપતિ સામે પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરવામાં આવી છે. જે આરોપીની ધરપકડ થતા નેતાજીએ પોલીસ સ્ટેશનમાં રોફ બતાવવાનો પ્રયાસ કર્યો તેના પર ઠગાઈનો આરોપ છે.