કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.