નર્મદા જિલ્લો 90 ટકા ખેતી પર નિર્ભર છે. તેમાં પણ 60 ટકા વિસ્તારમાં બિનપિયત એટલે કે ચોમાસું આધારિત ખેતી થાય છે પરંતુ મેઘરાજાએ વિરામ લીધા બાદ જગતનો તાત ચિંતિત બન્યો છે. ખેડૂતોએ 32 હજાર હેક્ટરની જમીનમાં વાવણી કરી છે. પરંતુ વરસાદના અભાવે કરમાઈ રહેલા પાકના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કપાસ, ડાંગર, બાજરી, સોયાબીન, શાકભાજી, મગ, મઠ, અડદ સહિતના કઠોળનું વાવેતર થયું છે પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો પાક સુકાવાનો ભય સતાવી રહ્યો છે. અમારા સંવાદદાતાએ ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.