ખેડાના નડીઆદમાં આવેલ રામ તલાવડી પાસે હત્યાની ઘટના સામે આવી છે. પેરેડાઈઝ ઓરા ફ્લેટમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. ઘર ન.304 માં રહેતા ગ્યાનીદેવી નામની મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી. મહિલાની હત્યાની જાણ થતા નડીઆદ પશ્ચિમ પોલીસ સહિત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. પોલીસે હાલ મહિલાની હત્યા પાછળનું કારણ જાણવાની કોશીશ કરી રહી છે.