ગુજરાતમાં 1990ના દાયકામાં પાણીને લઈને ખૂબ જ વિકટ સ્થિતિ હતી. ભૌગોલિક આકારના કારણે ગુજરાતને દુષ્કાળને સામનો કરવો પડ્યો. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને નર્મદા મૈયાના પાણીને આખા ગુજરાતમાં પહોંચાડવા સંકલ્પ કર્યો. જેને લઈને તેમણે મેધા પાટકરથી લઈને કેન્દ્રની યૂપીએ સરકાર સામે લડાઈ લડી.અને જ્યારે 2014માં જ્યારે સત્તામાં આવીને સૌ પ્રથમ નર્મદા નદી પર ડેમની ઉંચાઈ અને દરવાજાની મંજૂરી આપીને સરદાર પટેલનું સપનું સાકાર કર્યુ.