અમદાવાદ: દુનિયાના અનેક એરપોર્ટ એવા છે જ્યાં વિમાન ઉતારવું સૌથી જોખમી હોય છે. આ એરપોર્ટને અતિ ઉંચાઈએ, જટિલ લોકેશન કે વાચાવરણ અને નાના રનવે પર હોવાથી સાચી ઉંચાઈ નક્કી કરવી વગેરે અત્યંત ખતરનાક છે. આ એરપોર્ટ પર કે હવાઈપટ્ટી પર કોઈપણ વિમાનને ઉડાવવું પાયલટ માટે મોટો પડકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સબા એરપોર્ટ (SABA Airport)
સબા એરપોર્ટ નેધરલેન્ડથી 28 માઈલ દૂર દક્ષિણમાં સબા ટાપુ પર આવેલું છે. આ એરપોર્ટનો રનવે દુનિયાના તમામ એરપોર્ટના રનવેથી નાનો છે. તેની કુલ લંબાઈ 400 મીટર એટલે 1300 ફૂટ છે. આ એરપોર્ટ પર લેન્ડિંગ પટ્ટી અદભૂત અને પડકારજનક છે. અહીંયા દુનિયાનો સૌથી નાનો રન-વે છે.


2. તોનકાંતી એરપોર્ટ (Toncontin Airport)
હોન્ડુરાસમાં આવેલ તોનકાંતી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ માટે પહાડોની વચ્ચેથી પસાર થવું પડે છે. આ સમુદ્ર તળથી 3294 ફૂટ એટલે 1004 મીટર ઉપર એક ઘાટીમાં આવેલું છે. તોનકાંતી એરપોર્ટ પર વિમાનોને ઉતરવા માટે 45 ડિગ્રી ખૂણા પર 7000 ફૂટ નીચે ઘાટીમાં આવેલ એરપોર્ટ સુધી પહોંચવું પડે છે. સતત ભારે હવા ફૂંકાતા પાયલટને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


3. લાગાર્ડિયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
ન્યૂયોર્કમાં આવેલ લાગાર્ડિયા એરપોર્ટ પર લેન્ડિંગ કરતા સમયે બહુ સુંદર નજારો જોવા મળે છે. આ એરપોર્ટનો રનવે 7000 ફૂટ લાંબો છે અને તેને 196 ફૂટ સુધી વધારવામાં આવ્યો જે પાણીની ઉપર છે. એરપોર્ટની જગ્યાએથી ત્રાંસી નજરે જોઈએ તો તે મિડટાઉન મેનહટ્ટન શહેરથી માત્ર આઠ માઈલના અંતરે આવેલું છે.


4. કુર્ચેવેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Courchevel Airport)
ફ્રાંસમાં આવેલ કુર્ચેવેલ એરપોર્ટ માત્ર 525 મીટર લાંબુ છે. રનવેને 18.5 ટકા ઢાળ આપવામાં આવ્યો છે. જે એરપોર્ટ પર લેન્ડ કરતાં અને ટેક ઓફ કરતાં સમયે પાયલટ સામે બહુ ખતરનાક પરિસ્થિતિ ઉભી કરે છે. જેમ્સ બોન્ડ સીરિઝની જાણીતી ફિલ્મ ટુમોરો નેવર ડાઈઝના કેટલાંક દ્રશ્ય અહીં શૂટ કરવામાં આવ્યા હતા.

આ છે ભારતનો સુંદર National Park, એક વખત જરૂર મુલાકાત લેવી જોઈએ


5. લુકલા એરપોર્ટ (Lukla Airport)
લુકલા એરપોર્ટ નેપાળના કાઠમંડૂમાં છે. ત્યાંથી ઉડાન ભરવી અને લેન્ડ કરવું બંને અત્યંત ખતરનાક હોય છે. તેની ચારેબાજુ હિમાલયના પહાડો છે. તેની લંબાઈ 1500 ફૂટ છે. અને તે 9000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવેલું છે. અહીંયા ઉડાન ભરવા માટે પાયલટને ઓછામાં ઓછા 10 પ્લેન ઉડાવવાનો અનુભવ હોવો જોઈએ.


6. વેલિંગ્ટન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Wellington Airport)
ન્યૂઝીલેન્ડમાં આવેલ વેલિંગ્ટન એરપોર્ટ 6351 ફૂટ રનવેથી શરૂ થાય છે અને ભૂરા પાણીમાં ખતમ થઈ જાય છે. વેલિંગ્ટન એરપોર્ટને નિહાળવું અત્યંત ખૂબસૂરત છે. પરંતુ ઉડાન ભરવા માટે બહુ મુશ્કેલ છે.


7. જિબ્રાલ્ટર એરપોર્ટ (Gibraltar Airport)
સમતળ જમીનના અભાવના કારણે જિબ્રાલ્ટર એરપોર્ટનો રનવે એક વ્યસ્ત રસ્તા પરથી પસાર થાય છે. આ રસ્તાને વિન્સ્ટન ચર્ચિલ એવન્યૂ નામથી ઓળખવામાં આવે છે. અહીંયા દરેક વિમાનના લેન્ડિંગ દરમિયાન ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. આ એરપોર્ટ દુનિયામાં પોતાની રીતે એક અલગ અને અનોખું એરપોર્ટ છે.


8. પારો એરપોર્ટ (Paro Airport)
પારો ભૂટાનનું એરપોર્ટ છે. તે પારો શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર છે. જે ચારેબાજુ ઉંચા પહાડોથી ઘેરાયેલું છે. તેની લંબાઈ 6500 ફૂટ છે. જ્યારે સમુદ્ર તળથી તેની ઉંચાઈ 2235 મીટર છે. અહીંયા રાત્રિ દરમિયાન ઉડાન ભરવાની મનાઈ છે. ભારતીય સેનાએ 1968માં પોતાના ઉપયોગ માટે તેની શરૂઆત કરી હતી.


9. મેડિએરા એરપોર્ટ (Mediera Airport)
મેડિએરા એરપોર્ટ પોર્ટુગલમાં આવેલું છે. તેને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે. તેની બંને બાજુ પહાડ છે. સાથે જ સાઉથમાં સમુદ્ર છે. ત્યાં લેન્ડીંગ કરવું બહુ મુશ્કેલ ટાસ્ક હોય છે. શરૂઆતમાં તેનો રનવે એકદમ નાનો હતો. જેના કારણે લેન્ડ અને ટેક ઓફ કરતાં સમયે મુશ્કેલી થતી હતી. જેના કારણે એન્જિનિયરોની મદદથી તેને વધારવામાં આવ્યો. 1977માં રનવે પરથી વિમાન લપસી જતાં 131 લોકોના મૃત્યુ થયા હતા.


10. કઈ ટક એરપોર્ટ (Kai Tak Airport)
હોંગકોંગમાં આવેલ કઈ ટક એરપોર્ટમાં ઉતરવા અને ટેક ઓફ કરવું પોતાને જોખમમાં મૂકવા જેવું છે. એરપોર્ટ નજીક લોકોની ભીડ અને આજુબાજુની ઉચી બિલ્ડિંગ અહીંયા ઉતરવામાં સૌથી મોટી મુશ્કેલી ઉભી કરે છે.


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube