અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં અંધાધૂંધ ગોળીબાર, 11 ઘાયલ, બે ગંભીર
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં રવિવારે ભરબજારે અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી હતી. આ ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ન્યૂ ઓર્લિયન્સ(લુઈસિયાના): અમેરિકાના લુઈસિયાના રાજ્યના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં રવિવારે ભરબજારે અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી હતી. આ ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના ન્યુ ઓર્લિયન્સના ફેમસ ફ્રેન્ચ ક્વાર્ટરમાં કેનાલ સ્ટ્રીટ ખાતે બની હતી. સ્થાનિક પોલીસના સુપ્રીટેન્ડન્ટ ફર્ગ્યુસને જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિને અટકમાં લેવાયો છે.
સુપ્રીટેન્ડન્ટે વધુમાં જણાવ્યું કે, પોલીસે જે વ્યક્તિને અટકમાં લીધો છે તે ગોળીબારમાં સંડોવાયેલો છે કે નહીં તેની હજુ સુધી ખબર પડી નથી. આ સિવાય બીજી કોઈ ધરપકડ કરાઈ નથી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અમેરિકાના દક્ષિણ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોના મૃત્યના સમાચાર : યુએસ મીડિયા
કેનાલ સ્ટ્રીટમાં આવેલા અત્યંત વ્યસ્ત કોમર્શિયલ બ્લોકની પાસે ગોળીબારની ઘટના ઘટી હતી. તેની નજીકમાં જ અનેક હોટલો આવેલી છે. પોલીસ સુપ્રીટેન્ડન્ટ ફર્ગ્યુસને જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટુકડી દોડી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube